15 April, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવે દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ટિકિટ વિના મુસાફરી કરનારાઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે પકડાયેલા મુસાફરો અને દંડની વસૂલાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. માત્ર ઍર કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનોમાં ૧.૨૩ લાખ મુસાફરો ટિકિટ વિના ઝડપાયા હતા. મુસાફરોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ પચીસ ટકાનો વધારો દર્શાવે છે. રેલવેના સમગ્ર નેટવર્ક પર કુલ કેસોની સંખ્યા ૧૦ ટકા વધીને ૪૧.૯ લાખ સુધી પહોંચી છે.
રેલવે-પ્રશાસને આ વર્ષે દંડ પેટે વિક્રમી ૨૫૨ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે જે ગયા વર્ષ કરતાં લગભગ ૨૪ ટકા વધુ છે. આ કુલ રકમમાંથી ૩.૯ કરોડનો દંડ માત્ર AC સેવાઓ દરમ્યાન પકડાયેલા મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યો છે.