USના રિકી પૉન્ડ કેમ પોતાના બૉલીવુડ મૂવ્સ માટે થયા છે લોકપ્રિય,જાણો કારણ

22 December, 2020 11:23 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

USના રિકી પૉન્ડ કેમ પોતાના બૉલીવુડ મૂવ્સ માટે થયા છે લોકપ્રિય,જાણો કારણ

રિકી પૉન્ડ (તસવીર સૌજન્ય રિકી પૉન્ડ ઇન્સ્ટાગ્રામ)

બૉલીવુડ મ્યૂઝિકના ચાહકો વિશ્વભરમાં છે. અમેરિકમાં રહેતા રિકી પૉન્ડે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ડ પોતાના ડાન્સિંગ વીડિયોઝથી ભરી રાખ્યું છે જેમાં મોટા ભાગના વીડિયોઝ બૉલીવુડના ડાન્સ નંબર્સ છે. તે પોતાના અમુક વીડિયોઝમાં એકલા ડાન્સ કરે છે, તો અન્યમાં તે બાળકો સાથે સ્ટેપ્સ કરતા જોવા મળે છે.

તાજેતરમાં વાયરલ થયેલી ક્લિપમાં ઘૂંઘરુ અને ગોરી ગોરી પર પિતા અને બાળકો બધાં એકસાથે ધમાલ મચાવતા જોવા મળે છે.

જો કે, રસપ્રદ વાત એ છે કે રિકીએ કેટલાક ભારતીય યૂઝર્સ સાથે ટિકટૉક ડ્યૂએટ્સ પણ બનાવ્યા હતા જેનું પરિણામ ઘણું રસપ્રદ રહ્યું, અહીં જુઓ રિકી કેવી રીતે રંગીલો મારો ઢોલણામાંથી પ્યાર કે ગીત પર થનગનાટ કરે છે.

bollywood international news instagram