20 December, 2022 02:11 PM IST | Beijing | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ચાઈના (China)માં ફરી એકવાર કોરોના વાયરસ (Coronavirus)એ કહેર વર્તાવવાનું શરુ કરી દીધું છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી ફેલાઈ રહ્યાં છે. ચીનના મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આગામી ૯૦ દિવસમાં ચાઈનાની ૬૦ ટકાથી વધુ વસ્તી કોરોનાની ચપેટમાં આવી જશે. એક્સપર્ટ એરિક ફીગેલ-ડિંગ (Eric Feigl Ding)નું કહેવું છે કે, કોરોનાનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે તેને કારણે લાખો લોકોના મોત થવાની સંભાવના છે.
સામાન્ય લોકોના વિરોધ પછી ચાઈનાએ કોઈપણ તૈયારી વિના હત મહિને ઝીરો કોવિડ પોલિસીમાં રાહત આપી હતી. ત્યારબાદ ચાઈનાના ઘણા વિસ્તારોમાં કોરોના સંક્રમણની ગતિ વધી ગઈ છે.
એપિડેમિયોલોજિસ્ટ અને હેલ્થ ઈકોનોમિસ્ટ એરિક ફેઈગલ-ડિંગે કહ્યું કે, ચાઈનમાં કોરોનાના કેસ એટલા બધા વધી ગયા છે કે, હૉસ્પિટલો ઉભરાય છે અને બેડ પણ ભરાઈ ગયા છે. આગામી ૯૦ દિવસમાં ચીનના ૬૦ ટકાથી વધુ અને વિશ્વની ૧૦ ટકા વસ્તી કોરોના સંક્રમિત થવાની સંભાવના છે. સંક્રમણમાં ઝડપથી વધારો થયા બાદ લાખો લોકોના મૃત્યુ થવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો : ચીનમાં સ્થિતિ ફરી વણસી, સ્મશાનગૃહોની બહાર લાંબી કતારો
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, બિજિંગની સ્મશાનભૂમિ મૃતદેહોથી ભરાઈ ગઈ છે. મહામારીના નિયમોમાં અચાનક છૂટછાટ આપતા આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
ચાઈનમાં સત્તાધારીઓએ ૧૯થી ૨૩ નવેમ્બરની વચ્ચે ફક્ત ચાર મૃત્યુની જાહેરાત કરી હતી. ત્યારબાદ મૃતઆંક જાહેર નથી કાર્ય. ચીનમાં મૃત્યુની સંખ્યા બહુ ઓછી નોંધાઈ રહી છે. પરંતુ અંતિમ સંસ્કાર માટે સ્મશાનની બહાર લાંબી લાઈનો જોવા મળે છે.
આ પણ વાંચો : ચીન ઝીરો કોવિડ પૉલિસી પડતી મૂકશે તો વીસ લાખ લોકોનાં મોત થઈ શકે
કોરોનાનું સંક્રમણ ઓછું હતું ત્યારે ચાઈના ‘ઝીરો કોવિડ’ પૉલિસી ફૉલૉ કરતું હતું. પરંતુ કોરોનાના ટેસ્ટ, લૉકડાઉન, ક્વૉરન્ટિનના નિયમો હળવા થતા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. નીચા રસીકરણ દર અને અવ્યવસ્થિત કટોકટીને કારણે ચીનની મોટાભાગની વસ્તી કોરોનાની ચપેટમાં આવશે. આવનારા કેટલાક સમયમાં ૧.૪ અજબ આબાદીમાંથી ૧૦ લાખ લોકોના મૃત્યુ કોરોનાને કારણે થવાની સંભાવના છે.