પાલનપુરના કુંભાસણ ગામની મહિલાનું અમેરિકામાં રોડ-ઍક્સિડન્ટમાં મોત

10 April, 2026 12:34 PM IST  |  sabarkantha | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં રહેતા દીકરાને મળવા પતિ સાથે ગઈ હતી: બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં મહિલાનું મોત, પતિ અને પુત્ર ઘાયલ

તારિકાબહેન

અમેરિકાના ફીનિક્સ પાસે ૬ એપ્રિલે થયેલા રોડ-ઍક્સિડન્ટમાં ઉત્તર ગુજરાતના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની મહિલાનું મોત થયું છે, જ્યારે તેના પતિ અને પુત્ર ઈજાગ્ર્સત થતાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૂળ કુંભાસણ ગામના વતની અને અમદાવાદ રહેતા સમીરકુમાર રાવલ પત્ની તારિકા સાથે અમેરિકાના ઍરિઝોનાના ફીનિક્સ શહેરમાં રહેતા પુત્ર કવિનને મળવા ગયા હતા. ૬ એપ્રિલે મમ્મી-પપ્પા અને દીકરો કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી સ્પીડમાં આવેલી કારે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી જેમાં તારિકાને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું અને પિતા-પુત્ર ઘાયલ થતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા.  

gujarat news gujarat sabarkantha road accident united states of america