19 September, 2024 08:00 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૂરતના કપોદ્રા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર તેના મોટા-પપ્પાએ જ બળાત્કાર કર્યો. લોહી નીકળવાને કારણે પરિવારજનો બાળકીને હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ખબર પડી કે બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. છોકરીએ એ પણ કહ્યું કે આ હરકત દાદાએ કરી છે. પછીથી છોકરીના પિતાએ પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો. સાથે જ આરોપીની ટ્રેનથી ભાગતા પહેલા પોલીસે ધરપકડ પણ કરી લીધી.
મળતી માહિતી પ્રમાણે, આરોપીના 15 વર્ષ પહેલા ડિવૉર્સ થઈ ગયા હતા, કપોદ્રા વિસ્તારમાં મજૂર વર્ગનો પરિવાર રહે છે અને મિસ્ત્રી પરિવારનું ભરણ-પોષણ કરવા માટે કામ કરે છે. યુવક પોતાની પત્ની અને પાંચ વર્ષની દીકરી અને મોટાભાઈ સાથે રહે છે. મોટાભાઈના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તેની એક દીકરી છે. જે પરિણીત છે અને તેના બાળકો પણ છે. થોડાક દિવસ પહેલા આ બાળકીની મા પોતાને પિયર આવી હતી.
આ સાંભળીને મા ડઘાઈ ગઈ. 16 સપ્ટેમ્બરના છોકરીની મા પોતાના શહેરથી પાછી આવી હતી. આ દરમિયાન, છોકરીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી કારણકે તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. જ્યારે ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ મામલે જ્યારે પરિવારજનોએ છોકરીની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે દાદાએ કંઇક ખરાબ કર્યા બાદ દુઃખે છે. આ સાંભળીને મા ડઘાઇ ગઈ.
સ્વીકાર કર્યા બાદ ભાગી ગયો આરોપી
છોકરીના પિતાના પૂછપરછ કરવા પર તેણે સ્વીકારી લીધું અને પછી ભાગી ગયો. આ મામલે બાળકીના પિતાએ કપોદ્રા થાણામાં પોતાના મોટાભાઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ કપોદ્રા પોલીસ આરોપીને પકડવામાં લાગી ગઈ હતી.
ટ્રેનમાંથી આરોપીની કરી ધરપકડ
ટ્રેનમાં બેઠેલા આરોપીની ધરપકડ પહેલા કપોદ્રા પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીની શોધ માટે આગળની તપાસ હાથ ધરી. આ દરમિયાન પોલીસને સૂચના મળી કે આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે. આ માટે કપોદ્રા પોલીસ ટીમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી. 65 વર્ષીય આરોપીને ટ્રેનમાં ચડતા અને ભાગતા પહેલા જ કપોદ્રા પોલીસે પકડી પાડ્યો. હાલ પોલીસ આરોપીની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક વર્ષ પહેલા પણ કર્યો હતો છેડતીનો પ્રયત્ન
એક વર્ષ પહેલા આરોપીને બાળકી સાથે છેડછાડ કરવાની માહિતી મળી હતી. તે પ્રમાણે 5 વર્ષની બાળકી 65 વર્ષના શખ્સને દાદા કહીને બોલાવતી હતી. એક વર્ષ પહેલા પણ આરોપીએ સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા. તેમ છતાં આની માહિતી નહોતી અને પરિવારના સભ્ય હોવાને કારણે વાત આગળ વધારી નહોતી. આ દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ છોકરીને એકલી જોઈ તેને પોતાની હવસનો શિકાર બનાવી લીધી.