૧૯+ લાખ રૂપિયાના શરાબ પર ફરી વળ્યું રોડરોલર

22 May, 2026 11:45 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

દારૂની ૨૯૧ બૉટલ અને બિઅરનાં ૨૬૫ ટિનનો નાશ કર્યો સુરત પોલીસે

પ્રતીકાત્મક તસવીર

સુરતમાં ઝોન–૩માં આવેલાં પાંચ પોલીસ-સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ૧૯ લાખથી વધુની કિંમતના દારૂ અને બિઅરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

કતારગામ પોલીસ-સ્ટેશન, મહીધરપુરા પોલીસ-સ્ટેશન, લાલગેટ પોલીસ-સ્ટેશન, ચોકબજાર પોલીસ-સ્ટેશન અને સિંગણપોર પોલીસ-સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂના જથ્થાને પોલીસ અને નશાબંધી વિભાગના અધિકારીઓની બનેલી કમિટીની હાજરીમાં ૨૦ મેએ ડભોલી અક્ષરવાડી ફાર્મની બાજુમાં ડભોલી બ્રિજ નીચે સિંગણપોર ખાતે રોડરોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂના જથ્થામાં દારૂની નાનીમોટી ૨૯૧ બૉટલો, બિઅરનાં ૨૬૫ ટિન મળીને કુલ ૧૯,૭૯,૨૯૮ રૂ‌પિયાના મુદ્દામાલના નાશ કર્યો હતો.

gujarat news gujarat surat Crime News Gujarat Crime