HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન

25 January, 2025 06:41 PM IST  |  Surat | Bespoke Stories Studio

દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને અને લોકો ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે થયેલા આયોજનમાં મોટી સંખ્યમાં નાગરિકોએ પણ ભાગ લીધો

HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન

સુરત, 25 જાન્યુઆરી: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. બેંક દ્વારા પ્રજાસત્તાક દિનના ઉપલક્ષમાં એક સાથે સુરત, અમદાવાદ અને વડોદરામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા સાથે જ આજ કાલ વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓ સામે લોકો જાગૃત થાય એ હતો. ત્રણેય શહેરોમાં યોજાયેલ તિરંગા યાત્રાને નાગરિકો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.

સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ

સુરત ખાતે બેંકની પાર્લે પોઈન્ટ, સિટી લાઇટ શાખાથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ તિરંગા યાત્રા ખાટુ શ્યામ, અલથાણ અને વીઆઈપી રોડ સહિત અનેક સ્થળોએથી પસાર થઈને વેસુ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંકના કર્મચારીઓ સહિત વિશાળ સમુદાયની સક્રિય ભાગીદાર જોવા મળી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર ભારતીય તિરંગા અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ પર માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

વડોદરામાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે તિરંગા યાત્રાને આપી લીલીઝંડી

વડોદરા ખાતે ક્લસ્ટર હેડ રોશન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે દેશભક્તિને પણ પ્રોત્સાહન આપવામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી તિરંગા યાત્રાને વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મુખ્ય મહેમાન તરીકે રાવપુરા ખાતે લીલી ઝંડી આપી હતી. ગાયકવાડે રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડવાના બેંકના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગમાં બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. યાત્રા રાવપુરાથી કોઠી રાવપુરા, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ અને સમા સાવલી સહિત અનેક સ્થળોએથી આગળ વધી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર નાગરિકોને ભારતીય ધ્વજ અને સલામત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

અમદાવાદમાં રિફિલ રોડ ખાતેથી નીકળી તિરંગા યાત્રા

HDFC બેંક દ્વારા સુરત અને વડોદરાની જેમ અમદાવાદ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે શરૂ થઈ હતી અને ગાંધી રોડ, ખડિયા, સુમેલ બિઝનેસ પાર્ક, સારંગપુર, સ્વામિનારાયણ મંદિર અને શાહીબાગ વગેરે વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા પછી અસારવા ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંક અધિકારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અને માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય ભાવનાના સંદેશ અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

એક સાથે ત્રણ શહેરોમાં યોજાયેલી તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાની સાથે રાષ્ટ્રના મૂલ્યોનું સન્માન કરવાનો હતો. રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની આ ખરેખર એક અનોખી રીત હતી. ત્યારે ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના HDFC બેંકના પ્રયાસોએ લોકોને પ્રભાવિત કર્યા હતા અને યાત્રાને જબરદસ્ત સફળતા મળી હતી.

surat republic day festivals gujarat news gujarat