20 March, 2023 09:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)માં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ (kutch Earthquake) માં આજે ફરી ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ 3.2ની તીવ્રતા સાથે રણની ધરતી ધ્રુજી હતી.
આ પહેલા પણ ગત માસમાં એટલે કે ફ્રેબ્રુઆરીમાં કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.ત્યારે આશરે 2દ દિવસની અંદર ફરી ધરતી ધ્રુજતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 62 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે આ આંચકાથી હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી.