03 January, 2026 11:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જય ભોલે ગ્રુપ દ્વારા મંદિરમાં મુગટ અર્પણ કરાયો હતો
ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમની પૂર્વસંધ્યાએ ગઈ કાલે અંબે માતાજીના મંદિરમાં રત્નજડિત સુવર્ણ મુગટ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અર્પણ કરાયો હતો.
અંબાજી મંદિરમાં અર્પણ કરાયેલો રત્નજડિત મુગટ
૪૩,૫૧,૦૦૦ રૂપિયાની કિંમતનો અને ૬૧૮.૯૭૦ ગ્રામ સોનાની મીનાકારી તથા જડતરવાળો આ મુગટ માતાજીના શૃંગાર માટે શાસ્ત્રોક્ત અને વેદોક્ત રીતે અભ્યાસ કરીને બનાવવામાં આવ્યો છે. સૂર્ય તથા એનાં ૨૦ કિરણો, આઠમનો ચંદ્ર, મોરપિંછ, સહસ્ત્ર કમળ, સપ્ત માતૃકા, ૧૦ મહાવિદ્યાના સંકેતોનો રત્નજડિત મુગટ બનાવવામાં આવ્યો છે. આ મુગટ બનાવતાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી મીનાકારીગરી અને રત્નનો મુગટ બનાવવામાં ઉપયોગ થયો છે.