૪૦ વર્ષ જૂના આ મિલ્કશેક સેન્ટરની શું ખાસિયત છે જાણો છો?

27 July, 2024 08:41 AM IST  |  Mumbai | Darshini Vashi

વસઈના ફેમસ શરબતવાલા પાસે બાવીસેક વરાઇટી છે અને એ ફ્રૂટ સિરપમાંથી બનવા છતાં એનો સ્વાદ અફલાતૂન છે

ગિરીઝ શરબતવાલા

મિલ્કશેક એટલે દૂધ અને ફ્રૂટનું મિક્સ્ચર, બરાબરને? પણ વસઈમાં એક જગ્યા એવી છે જ્યાં દૂધની અંદર સિરપ નાખીને મિલ્કશેક બનાવવામાં આવે છે. સિરપને લીધે મિલ્કશેકનો ટેસ્ટ અજીબ લાગે છે એવી મોટા ભાગના લોકોની માન્યતા હોય છે, પણ અહીંના મિલ્કશેક પીધા બાદ આ માન્યતા બદલાઈ શકે છે. નૉર્મલ ફ્રૂટના બદલે સિરપ સાથેનું મિલ્કશેક ટ્રાય કરવું હોય તો અહીં આવી જજો.

વસઈના આ ગિરીઝ શરબતવાલા પાસે બાવીસેક જાતનાં મિલ્કશેક મળે છે. વર્ષોથી અહીં લોકો ખાસ મિલ્કશેક પીવા માટે દૂર-દૂરથી આવે છે. અહીંના લોકલ લોકોનું કહેવું છે કે જ્યારે વસઈ એટલું ડેવલપ પણ નહોતું ત્યારથી અહીં મિલ્કશેક મળે છે એટલું જ નહીં, આ જગ્યા પણ એટલી જ ટ્રેડિશનલ રીતે જાળવી રાખી છે. અહીં આવતાંની સાથે એવું લાગશે જાણે કોઈ ગામની ગલીમાં આવી ગયા છીએ. અલગ-અલગ ફ્લેવરના સિરપની બૉટલને કતારબંધ ગોઠવેલી હોય છે. બાજુમાં આખું લિસ્ટ મૂકેલું હોય છે, જે જોઈએ એ પ્રમાણે કાચના ગ્લાસમાં દૂધ નાખી એની અંદર તેમનું સ્પેશ્યલ સિરપ નાખવામાં આવે છે અને પછી દૂધને શેક કરીને સર્વ કરવામાં આવે છે. દૂધ એકદમ ચિલ્ડ હોવાને લીધે પીવાની મજા પડી જાય છે. અહીંનાં ગ્રેપ્સ, મૅન્ગો અને પિસ્તા મિલ્કશેક ફેમસ છે. એની મજા અમે માણી છે અને તમને ભાવશે આ મિલ્કશેક એની ખાતરી છે અમને.

ક્યાં મળશે? : ગિરીઝ શરબતવાલા, ગ્રીસ તળાવ, દાત્રાનગર, વસઈ (વેસ્ટ)

vasai street food mumbai food indian food life and style