23 September, 2025 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પર્લવાળી ફોન ચેઇન
ગરબા રમતી વખતે ફોન ક્યાં રાખવો અને કોને આપવો જેથી એ સેફ રહે એ સમસ્યા મોટા ભાગના ખેલૈયાઓને સતાવતી હોય છે. ખાસ કરીને યુવતીઓનાં આઉટફિટ્સમાં પૉકેટ્સ ન હોવાથી એને સાચવવો એક સમસ્યા બની જાય છે. મોબાઇલના ટેન્શનમાં ગરબા રમવામાં પણ ધ્યાન આપી શકતા નથી. જોકે એનો ઉપાય પણ ફૅશનજગતમાં છે. મોબાઇલ ફોનને સાચવવા માટે
બૅગ-ચેઇન્સ અને મોબાઇલ ચેઇન્સ અત્યારે ટ્રેન્ડ કરી રહી છે. એના બન્ને હુકને મોબાઇલ સાથે લટકાવી દો અને એને ક્રૉસ બૉડી બૅગની જેમ પહેરી લો. આમ રાખવાથી ગમે તેટલા કૂદકા મારશો તો પણ મોબાઇલ ક્યાંય જશે નહીં.
આભલા વર્કવાળી ફોન ચેઇન
કોડી વર્ક પૅટર્ન
કચ્છી ભરતકામનો પટ્ટો
ક્રોશિયો ડિઝાઇન
ફોન ચેઇન
હવે તમે વિચારશો કે અમે આવી ચેઇન્સ લઈ તો લઈએ પણ આઉટફિટ સાથે મૅચ ન થાય તો અમારો લુક ખરાબ દેખાશે. જોકે એનું પણ સૉલ્યુશન છે. અત્યારે માર્કેટમાં નવરાત્રિ સ્પેશ્યલ ગોળ અને ચોરસ કલરફુલ થ્રેડથી ડિઝાઇન કરેલા આભલાવાળી મોબાઇલ ચેઇન તમારા નવરાત્રિ લુક માટે બંધબેસતી ઍક્સેસરી છે. ફૅશન પણ જળવાઈ રહેશે અને તમારો મોબાઇલ પણ સચવાઈ જશે. ફક્ત આભલાવાળી જ નહીં, ચેઇન્સમાં તમને તમારા આઉટફિટ્સના હિસાબે વરાઇટી પણ જોવા મળશે. કચ્છી ભરતકામવાળી ચેઇન, ઊનના દોરાથી ગૂંથેલી ડિઝાઇનર ચેઇન અને પર્લ ડિઝાઇનવાળી ચેઇન નવરાત્રિની સાથે-સાથે અન્ય પ્રસંગે પણ યુઝ થઈ શકશે. આ બેલ્ટને બૅગની ચેઇન તરીકે પણ યુઝ કરી શકાશે. કમર પર પણ વીંટાળીને મોબાઇલ કે નાનું પર્સ લટકાવીને અલગ રીતે સ્ટાઇલ કરી શકાય એટલી ફ્લેક્સિબલ આ ઍક્સેસરી છે. અત્યારે તો ખેલૈયા માટે આ ઍક્સેસરી બહુ કામની છે.