25 March, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ એટલે કે બૃહસ્પતિ અને ચંદ્ર એકસાથે આવે છે ત્યારે શુભ સંયોગ રચાય છે તે `ગજકેસરી રાજયોગ` (Gajkesari Rajyog 2026) તરીકે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ રાજયોગને ખૂબ જ પ્રભાવશાળી અને શુભ માનવામાં આવે છે. ૨૬મી તારીખે એટલે કે આવતીકાલે બની રહેલા આ યોગથી અમૂક રાશિને બમ્પર લાભ થવાનો છે. આ રાજયોગનો પ્રભાવ કેટલો છે એ તો એનું નામ જ સૂચવી જાય છે. `ગજ` એટલે હાથી. અને હાથીને અપાર સંપત્તિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. `કેસરી` એટલે સિંહ. જે શક્તિ અને નેતૃત્વને સૂચિત કરે છે. જ્યારે આ રાજયોગમાં તો હાથી અને સિંહ બંનેની શક્તિઓ છે એટલે કે જે જે રાશિમાં આ યોગ બનવાનો છે એ જાતકો માલામાલ થવાના છે.
આ જ યોગ (Gajkesari Rajyog 2026) દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવતું હોય છે. આ યોગ ધાર્મિક અનુષ્ઠાનો માટે પણ શુભ માનવામાં આવે છે. ટૂંકમાં. ગજકેસરી રાજયોગથી વ્યક્તિને આર્થિક અને સામાજિક બાબતે પોઝિટિવ રિઝલ્ટ મળે છે. હવે એ જાણી લઈએ કે ગઇકાલે બનનાર આ `ગજકેસરી રાજયોગ`થી કઈ કઈ રાશિઓના ભાગ ઊઘડી જવાના છે.
ગજકેસરી યોગ (Gajkesari Rajyog 2026) સૌ પ્રથમ તો મિથુન રાશિના જાતકો માટે શુભ સાબિત થવાનો છે. આ રાજયોગથી મિથુન રાશિના જાતકોને કારકિર્દીની અપાર તકો મળવાની છે અને ધનલાભ થવાના ચાન્સ છે. આ રાશિ માટે આવકના નવા નવા રસ્તાઓ ખૂલી શકે છે અને આ સમય દરમિયાન ઇન્વેસ્ટમેન્ટમાં પણ જોરદાર લાભ થવાનો છે. જોબ કરી રહેલા વર્ગ માટે પ્રમોશનની તકો છે અને વેપારીવર્ગને તરક્કી થઈ શકે છે અને પાર્ટનર્સ તરફથી સારો નફો પણ થઈ શકે એમ છે. ખાસ વાત કે મિથુન રાશિના જાતકો માટે આ યોગ તેમની કુંડળીના પહેલા ભાવ (લગ્નના ભાવ)માં બની રહ્યો છે.
સિંહ રાશિના જાતકો માટે આ યોગ (Gajkesari Rajyog 2026) અગિયારમા ભાવમાં બની રહેવાનો છે. આ ભાવને મૂળ તો આવક અને નફાનો ભાવ માનવમાં આવે છે. એના પરથી જ સમજી શકાય છે કે ગજકેસરી યોગ સિંહ રાશિ માટે શુભ સાબિત થવાનો છે. આવકની નવી તકોની સાથે આ રાશિના જાતકોના કામના પણ વખાણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે.
કન્યા રાશિના જાતકો માટે ગજકેસરી યોગ (Gajkesari Rajyog 2026) શુભ ઠરવાનો છે. કન્યા રાશિમાં આ યોગ દસમાં ભાવમાં બની રહ્યો છે. આ જાતકોના જો કોઈ કામ અટકેલા હશે તો તે પણ ઝટપટ પૂરા થઈ જવાન છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેત છે, વ્યવસાયમાં પણ સારો નફો થઈ શકે છે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોઈ શકે છે, તેથી ચોક્કસ માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી.)