05 February, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર
SSC Recruitment 2024: SSC જુનિયર સચિવાલય સહાયક/નિમ્ન વિભાગ કારકુન અને વરિષ્ઠ સચિવાલય મદદનીશ/ઉચ્ચ વિભાગ કારકુનની જગ્યાઓ માટે વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા, 2023 અને 2024 એકાઉન્ટન્ટ માટે પ્રતિનિયુક્તિના આધારે ભરતી કરવામાં આવી રહી છે. SSC ભરતી 2024 માટે 121 બેઠકો ઉપલબ્ધ હોવાની માહિતી સામે આવી છે.
ક્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે?
તમને જણાવી દઈએ કે સ્ટાફ સિલેક્શન કમિશન 11મી જૂન 2024ના રોજ સત્તાવાર વેબસાઇટ પર SSC CGL 2024 (SSC Recruitment 2024) નોટિફિકેશન બહાર પાડશે. SSC CGL નોટિફિકેશન 2024 વિવિધ મંત્રાલયોમાં નોન-ટેક્નિકલ ગ્રુપ `B` અને ગ્રુપ `C` નોન-ગેઝેટેડ પોસ્ટ્સ માટે પોસ્ટની જાહેરાત કરશે. SSC CGL 2023 પરીક્ષા વિવિધ ગૌણ સેવાઓ માટે લેવામાં આવનાર છે.
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે એ જ સંદર્ભમાં જણાવવાનું કે 2024ની પરીક્ષા માટેનું નોટિફિકેશન 11 જૂન, 2024ના રોજ નિર્ધારિત પરીક્ષા શેડ્યૂલ મુજબ બહાર પાડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે અરજી પ્રક્રિયા પણ CGL પરીક્ષા (SSC Recruitment 2024) માટેની સૂચનાના પ્રકાશન સાથે જ શરૂ થશે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર અરજી કરી શકશે.
કઈ રીતે ઇચ્છુક ઉમેદવારે અરજી કરવાની રહેશે?
તમને જણાવી દઈએ કે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો આયોગની અધિકૃત વેબસાઇટ ssc.nic.in ના હોમ પેજ પર લૉગિન વિભાગમાં આપેલ લિંક પરથી અરજી નોંધાવી શકે છે. ખાસ ધ્યાન રહે કે પોર્ટલ પર પ્રથમ નોંધણી કરીને અને પછી ફાળવેલ નોંધણી નંબર સાથે લૉગ ઇન કરીને તેમની અરજી સબમિટ કરી શકાશે. અરજી દરમિયાન ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી નિયત પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. અરજી કરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ 10મી જુલાઈ 2024 છે.
શું હું આ માટે અરજી કરી શકું છું? શું છે યોગ્યતા માપદંડો?
તમને જણાવી દઈએ કે એસએસસીની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા (SSC Recruitment 2024)માં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારો માન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા આવશ્યક છે. ખાસ ધ્યાન રહે કે પસંદગી પ્રક્રિયા ટિયર 1 (લાયકાત) અને ટિયર 2એમ લેવામાં આવશે.
કેટલી વય મર્યાદા આપવામાં આવી છે?
આ માટે અરજી કરવા નિર્ધારિત કટ-ઓફ તારીખે ઇચ્છુક ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, કેટલીક પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા પણ 30 વર્ષ છે. પરીક્ષાના વર્ષમાં ઉંમરની ગણતરીની તારીખ 1લી ઓગસ્ટ તરીકે નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર વિવિધ અનામત શ્રેણીઓ એટલે કે SC, ST, OBC વગેરેના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.