GSSSB Recruitment 2024 : ગુજરાત સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 જગ્યાઓ માટે ભરતી

02 January, 2024 04:10 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ વિવિધ 188 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. 

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારમાં જે લોકો નોકરી માંગે છે તે સૌ માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB Recruitment 2024) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ વિવિધ 188 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. 
 
કઈ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવે છે?
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસએસબી દ્વારા (GSSSB Recruitment 2024) સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવનાર છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓને આજથી અરજી માટેનો સમય આપવામાં આવ્યો છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.
 
કૂલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
 
સંશોધન મદદનીશ, વર્ગ-3 માટે ૯૯ જગ્યાઑ માટે ભરતી (GSSSB Recruitment 2024) કરવામાં આવશે અને આંકડા મદદનીશની જગ્યા માટે ૮૯ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે.
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વયમર્યાદા શું છે?
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન (GSSSB Recruitment 2024)માં જણાવવામાં આવ્યું છે કે તા. 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
 
આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ?
 
જાહેરાત મુજબ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે પછી યુ.જી.સી. એક્ટ 1956ના એક્શન – 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિ થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી ઉમેદવારે મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અને એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીક્સ અથવા તો ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી હોવી જોઈએ.
 
આ સાથે જ ઉમેદવારને કમ્યુટરનું જ્ઞાન હોવુ જોઈએ. તેમ જ ગુજરાત મુલ્કી સેવા કમ્પ્યુટર કાર્યક્ષમતા નિયમો 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ. 
 
ઉમેદવારને કઈ કઈ ભાષા આવડતી હોવી જોઈએ?
 
જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પુરતુ જ્ઞાન હોવું જોઈએ.
 
કઈ રીતે અરજી કરવી?
 
ઉમેદવારે આ અરજી પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારે અરજીપત્રકમાં એ બધી જ વિગતો ભરવાની છે જે તેઓના પ્રમાણપત્રોમાં દર્શાવવામાં આવી છે. તમામ સૂચનાઓ https://gsssb.gujarat.gov.in આ સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારે સમયાંતરે આ વેબસાઇટ જોવાની રહેશે. તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી કે તે દરમ્યાન અરજી ઓનલાઇન રીતે કરવાની રહેશે.
job recruitment career and jobs jobs jobs in india government jobs gujarat news