‘ધ ફ્રીલાન્સર’ની બીજી સીઝન આવશે ૧૫ ડિસેમ્બરે

17 November, 2023 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝમાં અનુપમ ખેર, સુશાંત સિંહ, ગૌરી બાલાજી, નવનીત મલિક, મંજરી ફડણીસ અને સારા જેન  ડાયસ પણ જોવા મળશે

‘ધ ફ્રીલાન્સર’નું પોસ્ટર

મોહિત રૈનાની ‘ધ ફ્રીલાન્સર : ધ કન્ક્લુઝન’ આ વર્ષે ૧૫ ડિસેમ્બરથી શરૂ થવાની છે. આ વખતે તે આલિયાને બચાવવાનું મિશન પૂરું કરશે. આ શો ડિઝની + હૉટસ્ટાર પર શરૂ થવાનો છે. દર્શકોને આ​ સિરીઝમાં આલિયા અને અવિનાશની થ્રિલિંગ જર્ની જોવા મળશે. આ સિરીઝમાં અનુપમ ખેર, સુશાંત સિંહ, ગૌરી બાલાજી, નવનીત મલિક, મંજરી ફડણીસ અને સારા જેન 
ડાયસ પણ જોવા મળશે. આ શો વિશે મોહિતે કહ્યું કે ‘અવિનાશ કામતનું કૅરૅક્ટર દરેક એપિસોડની સાથે આગળ વધશે. પહેલી સીઝન લોકોને ખૂબ ગમી હતી અને મારું પાત્ર પણ લોકોને ગમ્યું હતું. પહેલી વખત મેં આવું કાંઈક એક્સપ્લોર કર્યું હતું. મને એ વાતની ખુશી છે કે દર્શકોએ એને ખૂબ એન્જૉય કર્યું હતું. અવિનાશ હવે ‘ધ ફ્રીલાન્સર : ધ કન્ક્લુઝન’માં પોતાના મિશનને સફળ બનાવવા માટે ઍક્શન મોડમાં આવી ગયો છે.’

તો પાતાના પાત્ર ડૉક્ટર ખાન વિશે અનુપમ ખેરે કહ્યું કે ‘ડૉક્ટર ખાનનું પાત્ર ખૂબ વિચારે છે અને તેની પર્સનાલિટીમાં ખૂબ લેયર છે. એ નીરજ પાન્ડેનો વધુ એક હીરો છે, જે દર્શકોને ખૂબ ગમ્યો હતો. પહેલા પાર્ટમાં લોકોએ આલિયાની સ્ટ્રગલ જોઈ અને હવે ‘ધ ફ્રીલાન્સર : ધ કન્ક્લુઝન’માં લોકોને અવિનાશ કામત જોખમ ખેડતો દેખાશે, જે આલિયાને બચાવવા માટે યુદ્ધભૂમિમાં ઊતરશે. શાનદાર ઍક્શન અને સસ્પેન્સ લોકોને તેમની સીટ પર જકડી રાખશે.’

mohit raina hotstar Web Series web series entertainment news