25 July, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી ફઝલ અને સમન્થા રૂથ પ્રભુ
અલી ફઝલ અને સમન્થા રૂથ પ્રભુ પહેલી વખત સાથે જોવા મળે એવી શક્યતા છે. આ બન્ને વેબ-સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ’માં દેખાવાનાં છે. આ શોમાં આદિત્ય રૉય કપૂર અને વામિકા ગબ્બી પણ લીડ રોલમાં છે. છ પાર્ટની આ સિરીઝનું શૂટિંગ મુંબઈમાં શરૂ થવાનું છે. એવું કહેવાય છે કે અલી આ સિરીઝમાં હટકે રોલમાં દેખાવાનો છે જેણે અગાઉ કદી પણ આવી ભૂમિકા નથી ભજવી. આ એક ફૅન્ટસી-ડ્રામા રહેશે. અલી હાલમાં તેના અન્ય પ્રોજેક્ટમાં પણ ખૂબ બિઝી છે. તે આ પ્રોજેક્ટની સાથે અન્ય શૂટિંગ પણ કરતો રહેશે.