મહાભારત પછી હવે દૂરદર્શન પર જોઇ શકશો વિષ્ણુ પુરાણ પણ

14 May, 2020 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહાભારત પછી હવે દૂરદર્શન પર જોઇ શકશો વિષ્ણુ પુરાણ પણ

આ પૌરાણિક કથામાં વિષ્ણુનાં દશાવતારની કથા કહેવાઇ છે.

લૉકડાઉનનાં સમયમાં બીજા બધાં મનોરંજનો ઠપ છે કાં તો લોકો એક યા બીજી રીતે સોશ્યલ મીડિયા પર નવું પિરસવાનો પ્રયાસ કરે છે જો કે OTT પ્લેફોર્મ્સ તો વિકલ્પ છે જ છતાં ય દૂરદર્શનને રામાયણ-મહાભારત અને શ્રીકૃષ્ણથી ચાલુ કરેલા પુનઃપ્રસારણો હીટ રહ્યા છે ત્યારે હવે આજે રાતથી DD ભારતી પર વિષ્ણુ પુરાણ જોવા મળશે. અહીં પણ કૃષ્ણનો રોલ ભજવનારા નિતીશ ભારદ્વાજ જ તમને વિષ્ણુ ભગવાનનાં અવતારમાં જોવા મળશે. દૂરદર્શન નેશનલનાં ટ્વિટર હેન્ડલ પરથી આ સમાચારની જાહેરાત કરાઇ હતી.

મહાભારત અને રામાયણે વ્યુઅર શીપને મામલે ઇતિહાસ રચ્યો છે અને દર્શકોનાં જબ્બર પ્રતિસાદને પગલે દૂરદર્શન પોતાના ખજાનાનાં ગુલ્લકમાંથી એક પછી એક શોઝ રજુ કરીને દર્શકોનો પ્રેમ જીતી રહ્યું છે.

વિષ્ણુ પુરાણનું દિગ્દર્શન પણ રવિ ચોપરા દ્વારા કરાયું હતું અને પ્રસ્તુતી બીઆર ચોપરા દ્વારા કરાઇ હતી. આ પૌરાણિક કથામાં વિષ્ણુનાં દશાવતારની કથા કહેવાઇ છે. આજે સાંજે સાત વાગ્યાથી આ શો તમે જોઇ શકશો.

entertainment news ramayan mahabharat doordarshan