દેશમાં લૉકડાઉન લાગુ થતાંની સાથે જ દૂરદર્શનની ચૅનલો પર રામાયણ, મહાભારત જેવી પૌરાણિક ધારાવાહિકો શરૂ થઈ ગઈ અને એમાંય રામાયણે તો ટીઆરપીના તમામ રેકૉર્ડ બ્રેક કરી નાખ્યા ત્યારે આ સિરિયલો માત્ર બાળકો તેમ જ ઘરના સભ્યો જુએ એના કરતાં એને જીવનમાં સરળતાથી ઉતારી શકે એ માટે શું કરી શકાય એવો વિચાર પરિવારનાં પુત્રવધૂ રંજન મકવાણાએ રજૂ કર્યો કે આપણે ઘરમાં રામાયણના પ્રસંગો ભજવીએ તો? જુઓ તસવીરો કે કેવી રીતે ભજવી રહ્યા છે તેઓ રોજે રોજ રામાયણ, આ વિશેષ અહેવાલ છે મનસુખ ચોટલીયાનો.
13 May, 2020 12:56 IST