‘ગાર્ડિયન ઑફ ધ ગૅલૅક્સી’ના ડિરેક્ટર જેમ્સ ગનને કામ કરવું છે જુનિયર એનટીઆર સાથે

27 April, 2023 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્વલ સિનેમૅટિક યુનિવર્સની ‘ગાર્ડિયન ઑફ ધ ગૅલૅક્સી 3’ પાંચ મેએ રિલીઝ થવાની છે.

જુનિયર એનટીઆર

હૉલીવુડની ફિલ્મ ‘ગાર્ડિયન ઑફ ધ ગૅલૅક્સી’ના ડિરેક્ટર જેમ્સ ગને હાલમાં જ કહ્યું છે કે તેને જુનિયર એનટીઆર સાથે કામ કરવું છે. ‘RRR’ રિલીઝ થઈ ત્યારથી દુનિયાભરમાં તે ખૂબ જ ફૅમસ થઈ ગયો છે. માર્વલ સિનેમૅટિક યુનિવર્સની ‘ગાર્ડિયન ઑફ ધ ગૅલૅક્સી 3’ પાંચ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સિરીઝમાં ઇન્ડિયન ઍક્ટરને ઇન્ટ્રોડ્યુસ કરવા વિશે પૂછતાં જેમ્સ ગને કહ્યું કે ‘​ફિલ્મ ‘RRR’માં પાંજરામાંથી વાઘ અને અન્ય પ્રાણીઓ સાથે જે વ્યક્તિ પણ બહાર આવે છે મારે એની સાથે કામ કરવું છે. આ ફિલ્મમાં તે એકદમ કૂલ અને અદ્ભુત હતો.’

entertainment news hollywood news guardians of the galaxy marvel