23 January, 2023 01:34 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
જેરેમી રેનર
હૉલીવુડ સ્ટાર જેરેમી રેનરનો ભયંકર અકસ્માત થયો હતો અને એમાં તેનાં ૩૦થી વધુ હાડકાંમાં ફ્રૅક્ચર થયું હતું. આ વાતની માહિતી જેરેમીએ જ આપી છે. જેરેમીને હવે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે અને તે હવે ઘરે રિકવર કરી રહ્યો છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જેરેમીએ કૅપ્શન આપી હતી, ‘મૉર્નિંગ વર્કઆઉટ્સ, રેઝોલ્યુશન્સ આ બધું નવા વર્ષમાં બદલાઈ ગયું છે. મારી સાથે ઘટેલી ઘટનાએ આખા પરિવાર માટે મુશ્કેલી નિર્માણ કરી છે અને તેમણે સાથે મળીને ખૂબ પ્રેમથી મારી કાળજી લીધી છે. મારા પરિવાર અને મારા માટે કરેલી ચિંતા માટે દરેકે મોકલેલા મેસેજિસનો હું આભાર માનું છું. તમને સૌને ખૂબ પ્રેમ. ૩૦થી પણ વધુ ભાંગેલાં હાડકાં ઠીક થઈ જશે, વધુ સ્ટ્રૉન્ગ બનશે ઠીક એ રીતે જે પ્રકારે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સંબંધ ગાઢ થયા છે. તમને સૌને પ્રેમ અને ભગવાનની કૃપા મળે.’