25 December, 2020 07:02 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
હર્ષ જાની ફિલ્મ્સે જાહેર કર્યું ફિલ્મ 'ઘેલો'નું મોશન પોસ્ટર
કોરોના મહામારીને કારણે દેશમાં લૉકડાઉન દરમિાન જાણે બધું જ લૉક થઈ ગયું હતું, તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. અનલૉકની પ્રક્રિયા શરૂ થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અનલૉક થઈ છે. અને આમ થવાની સાથે બોલીવુડ અને ઢોલીવુડમાં અનેક નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે.
તાજેતરમાં જ હર્ષ જાની ફિલ્મ્સે ફિલ્મનું મોશન પોસ્ટર શૅર કરીને નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે ઘેલો, 'તારા પ્રેમમાં ઘેલો'. આ ફિલ્મમાં સાધુ તુષાર, જીનલ બેલાણી, દુર્ગેશ તન્ના, નીતુ જાની, નિરેન ભટ્ટ, અવની સોની, અભિષેક, સુરજ, જેમિન પટેલ જોડાયેલા છે. ફિલ્મ નીતુ જાની અને હર્ષ જાની પ્રૉડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટ 2021 ઉનાળામાં શરી કરવામાં આવશે.
ફિલ્મના નામ પર અને પોસ્ટર પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મ પ્રેમની દીવાનગીના વિષયની આસપાસ વણાયેલી લાગે છે. ફિલ્મનું મોશન પોસ્ટર હર્ષજાની ફિલ્મ્સ દ્વારા શૅર કરવામાં આવ્યું છે. અને આ પોસ્ટર શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, "To believe in love or cinema you have to be crazy. We believe in both!"