13 December, 2023 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલનું કહેવું છે કે સોશ્યલ મીડિયા ફક્ત ચર્ચામાં રહેવા માટે મદદ કરી શકે છે, લેગસી બનાવવા માટે નહીં. વિકી કૌશલ તેના વિડિયો દ્વારા સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તે કારમાં બેસીને સૉન્ગ પર લિપ-સિન્ક કરતો જે વિડિયો શૅર કરે છે એ તેના ચાહકોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહે છે. સોશ્યલ મીડિયા વિશે પૂછતાં વિકીએ કહ્યું કે ‘સોશ્યલ મીડિયા ચર્ચામાં રહેવા તમને મદદ કરે છે. જોકે ચર્ચમાં રહેવા અને લેગસી બનાવવા બન્નેમાં ખૂબ જ તફાવત છે. દર્શકો સાથે ડાયરેક્ટ કૉન્ટૅક્ટ હોવાથી ચર્ચામાં રહેવામાં મદદ કરે છે. જોકે એનાથી મળતું અટેન્શન ખૂબ જ ટૂંકા સમય માટે હોય છે, કારણ કે સોશ્યલ મીડિયા પર વારંવાર કન્ટેન્ટ આવતી રહે છે. તમે ચર્ચામાં રહો એ સારી વાત છે, પરંતુ ઍક્ટરે એનાથી વધુ ઊંડાણમાં જવું પડે છે. પોતાની લેગસી બનાવવા માટે અમારો પ્રોફેશન એટલે કે ફિલ્મ્સ ખૂબ જ જરૂરી છે. એ લાંબા સમય માટે રહે છે. સોશ્યલ મીડિયા ડે-ટુ-ડે માટે હોય છે.’