ઉર્વશી રાઉતેલાએ ખરીદી ૧૨.૨૫ કરોડ રૂપિયાની કાર

12 March, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોલ્સ-રૉયસ કલિનન બ્લૅક બૅજ મૉડલની કાર દેશમાં ગણતરીના લોકો પાસે જ છે

ઉર્વશી રાઉતેલા

ઍક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ હાલમાં ૧૨.૨૫ કરોડ રૂપિયાની રોલ્સ-રૉયસ કલિનન બ્લૅક બૅજ કાર ખરીદી છે. આ સાથે તે આ કાર ખરીદનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. આ લક્ઝરી બ્રૅન્ડની કાર સામાન્ય રીતે દેશના અમીર લોકો પાસે જ હોય છે. ભારતમાં આ કાર મુકેશ અંબાણી અને શાહરુખ ખાન જેવી સેલિબ્રિટી પાસે જ છે. 

urvashi rautela bollywood news bollywood entertainment news india