02 May, 2022 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દર્શિલ સફારી
૨૦૦૭માં આવેલી ‘તારે ઝમીન પર’માં જોવા મળેલા નાનકડા દર્શિલ સફારીને હવે જાહ્નવી કપૂર અને સારા અલી ખાન સાથે કામ કરવું છે. આ ગુજરાતી ઍક્ટર હવે પચીસ વર્ષનો થઈ ગયો છે. તેણે ૨૦૧૦માં આવેલી ‘બમ બમ બોલે’માં પણ કામ કર્યું હતું. તે ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ હતો એથી ફિલ્મમેકર્સને લાગતું હતું કે તેણે ઍક્ટિંગ છોડી દીધી છે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે આમિર ખાને તેને અનેક પ્રોજેક્ટ્સ માટે ગાઇડ પણ કર્યો હતો. જાહ્નવી અને સારા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં દર્શિલે કહ્યું કે ‘મેં કદી એમ નથી કહ્યું કે મારે તેમની સાથે કામ નથી કરવું. ખરું કહું તો મને તેમની સાથે કામ કરવું છે. તેમની સાથે કામ કરવાની કોણ ના પાડી શકે? જાહ્નવી અને સારા ઇન્ડસ્ટ્રીમાં સફળ છે. મારું માનવું છે કે દરેકને લાઇફમાં પોતાના નસીબ પ્રમાણે તક મળી રહે છે. કદાચ થોડાં વર્ષોમાં મને પણ એ અવસર મળી જાય.’