દર્શીલ સફારી (Darsheel Safary), વિરાફ પટેલ (Viraf Patel) અને ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil) - આ ત્રણેય જણા કચ્છ એક્સપ્રેસન (Kutch Express)ની ટિકીટ લઇને જ્યારે સિનેમાની સફરે નીકળ્યા ત્યારે તેમણે કંઇક નવું શીખવાની ચાહ રાખી. આ જર્નીમાં એ શું શીખ્યા? ટ્રેનની સફરની કઈ મેમરીઝ છે જે તેમને માટે બહુ ખાસ છે? જ્યારે વિરાફ પટેલને લાગ્યું કે તેમના પપ્પા સ્ટેશન પર રહી જશે ત્યારે શું થયું? કેમ દર્શીલને રત્ના પાઠક શાહની બીક લાગી હતી? આવી જ કંઇક મજાની વાતો કરી આ કલાકારોએ જ્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ગોઠડી માંડી.
09 January, 2023 11:01 IST | Mumbai