સ્ટાર્સથી સજેલી ઇવેન્ટમાં બૉલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. મુંબઈની રેસ્ટોરાંમાં રાખવામાં આવેલી આ પાર્ટી સ્ટાર સ્ટડેડ રહી હતી. એમાં દીપિકા પાદુકોણ, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, સુનીલ શેટ્ટી, રકુલ પ્રીત સિંહ, ચંકી પાન્ડે અને મનીષ મલ્હોત્રા પણ હાજર હતાં. શાહરુખ ખાન ‘ડંકી’ના ડિરેક્ટર રાજકુમાર હીરાણી સાથે પહોંચ્યો હતો. શાહરુખની વાઇફ ગૌરી ખાન અને સુહાના ખાને પણ આ પાર્ટી અટેન્ડ કરી હતી. એવું જાણવા મળ્યું છે કે આ પાર્ટી કદાચ રાજકુમાર હીરાણીએ યોજી હતી.
22 October, 2023 06:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent