સ્વરા ભાસ્કરે ભૂત બનવા બદલાવ્યો લુક!

29 January, 2021 06:41 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

સ્વરા ભાસ્કરે ભૂત બનવા બદલાવ્યો લુક!

સ્વરા ભાસ્કરે ભૂત બનવા બદલાવ્યો લુક!

એમએક્સ પ્લેયરની તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘આપકે કમરે મેં કોઈ રહેતા હૈ’ હૉરર-કૉમેડી છે જે માટે સ્વરા ભાસ્કરે પોતાના લુક સાથે નવો પ્રયોગ કર્યો છે. સ્વરાએ સોશ્યલ મીડિયા પર પોતાનો લુક શૅર કર્યો છે જેમાં તેના બૉયકટ વાળ છે. સ્વરા આ શોમાં મૌસમનું પાત્ર ભજવી રહી છે જેના પર ભૂત કબજો કરી લે છે. તેનું કહેવું છે કે આ શોમાં તેના બે લુક જોવા મળશે. તે દરેક પ્રોજેક્ટમાં પહેલાં ન ભજવ્યા હોય એવા રોલ કરવા માગે છે.
શોમાં ચાર બૅચલર મિત્રો નિખિલ, સુબ્બુ, કવિ અને સંકીની વાત છે જે રોલ અનુક્રમે સુમીત વ્યાસ, નવીન ક્સ્તુરિયા, અમોલ પરાશર અને આશિષ વર્મા ભજવી રહ્યા છે. આ ચારેય મિત્રોને જ્યારે તેમના જૂના ફ્લૅટમાંથી કાઢી નાખવામાં આવે છે ત્યારે તેઓ મુંબઈ જેવા શહેરમાં નવું ઘર મેળવવા મથે છે. તેમને પરવડે એવી કિંમતે ફોર બીએચકે ફ્લૅટ પણ મળી જાય છે પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેમને ખબર પડે છે કે આ ફ્લૅટમાં ભૂત છે! નોંધનીય છે કે સુમીત વ્યાસ અને અમોલ પરાશર અત્યંત વખણાયેલી સિરીઝ ‘ટ્રિપલિંગ’ બાદ ‘આપકે કમરે મેં કોઈ રહેતા હૈ’માં સાથે જોવા મળશે.

entertainment news bollywood bollywood news bollywood ssips television news indian television swara bhaskar