મારી દીકરીનું તિલક વર્મા સાથે કોઈ અફેર નથી અને તે તો NEET-PGની તૈયારીમાં વ્યસ્ત છે

19 May, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલીલાની મમ્મીએ સ્પષ્ટતા કરી કે તેનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ અને ફિલ્મો પર છે

શ્રીલીલા મમ્મી જોડે

સોશ્યલ મીડિયામાં વાઇરલ બનેલી શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્માની ડેટિંગની અફવાઓને ઍક્ટ્રેસના પરિવાર અને તેની ટીમે સંપૂર્ણપણે નકારી કાઢી છે. હવે શ્રીલીલાની મમ્મી ડૉ. સ્વર્ણલતાએ સ્પષ્ટ કહ્યું છે કે આ તમામ ચર્ચામાં બિલકુલ સત્ય નથી અને હાલમાં શ્રીલીલા પોતાની ફિલ્મો અને થોડા સમયમાં યોજાનારી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટગ્રૅજ્યુએટ (NEET-PG)ની તૈયારીમાં વ્યસ્ત છે.

શ્રીલીલા અને તિલક વર્માની ડેટિંગની ચર્ચા પર પ્રતિક્રિયા આપતાં ડૉ. સ્વર્ણલતાએ કહ્યું, ‘આ તમામ અફવાઓ સંપૂર્ણ ખોટી છે અને એમાં કોઈ સત્ય નથી. આવી વાર્તાઓ ક્યાંથી આવે છે એની અમને ખબર નથી. શ્રીલીલા અને તિલક વર્મા છેલ્લા એક વર્ષથી એકબીજાને મળી રહ્યાં છે એવી વાતોમાં જરાય સત્ય નથી. આ બધું માત્ર કલ્પના છે. હાલમાં શ્રીલીલાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ અને ફિલ્મો પર છે. વ્યક્તિગત બાબતો માટે તેની પાસે હજુ પાંચથી છ વર્ષનો સમય છે અને તે પોતાના અભ્યાસ તથા કારકિર્દીને ખૂબ સારી રીતે સંભાળી રહી છે.’

sreeleela tilak varma relationships entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz