20 May, 2026 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ
પ્લેબૅક સિન્ગર સોનુ નિગમે કર્જત વિસ્તારના સેવલે ગામમાં આવેલી પોતાની જમીનના પાંચ પ્લૉટ વેચી નાખ્યા છે. પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મુજબ તેણે કુલ ૧.૦૬૭ હેક્ટર જમીન ૯૫ લાખમાં વેચી છે.
દસ્તાવેજો પ્રમાણે લગભગ ૦.૨૧ હેક્ટરનો એક પ્લૉટ ચાર વ્યક્તિઓના જૂથે ૨૦ લાખમાં ખરીદ્યો હતો. અન્ય ૦.૨૧૫ હેક્ટરનો પ્લૉટ બે ખરીદદારો દ્વારા ૨૦ લાખમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૦.૨૨૫ હેક્ટર જમીનનો એક ભાગ એક વ્યક્તિએ ૨૦ લાખમાં ખરીદ્યો હતો તેમ જ અન્ય ૦.૨૦ હેક્ટરનો પ્લૉટ બે વ્યક્તિઓએ મળીને ૧૭ લાખમાં લીધો હતો. આ ઉપરાંત ૦.૨૧૭ હેક્ટરનો વધુ એક પ્લૉટ અન્ય એક વ્યક્તિને ૧૮ લાખમાં વેચાયો હતો.
આ સોદા પહેલાં પણ સોનુ નિગમે એપ્રિલમાં કર્જત વિસ્તારમાં આવેલી તેની માલિકીની અંદાજે ૧.૯ હેક્ટર જમીન ૧.૯૫ કરોડમાં વેચી હતી.