21 November, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોની રાઝદાન અને આલિયા ભટ્ટ
‘દરેક દિવસ ડૉટર્સ ડે છે’ એવું લખીને આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને પોતાની દીકરીઓ આલિયા અને શાહીન ભટ્ટ માટે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ મેસેજ શૅર કર્યો છે. આ પોસ્ટમાં તેણે દીકરીઓનાં બાળપણની તસવીરો પણ શૅર કરી છે.
સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દરેક દિવસ ડૉટર્સ ડે છે. સાચું કહું તો તમે બન્ને આટલી ઝડપથી મોટી થઈ ગઈ એ માનવામાં જ નથી આવતું. પાછી આવી જાઓ... બસ એક દિવસ માટે. મારે ફરી એક વાર તમને નાની બાળકીની જેમ બાથમાં લઈને વહાલ કરવું છે, તમને કપડાં પહેરાવવાં છે અને તમારા વાળ ઓળી આપવા છે. ફરી એક જ વાર...’