સોનમ કપૂરે બીજા દીકરાનું નામ પાડ્યું રુદ્રલોક કપૂર આહુજા

11 May, 2026 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનમ કપૂર અને આનંદ આહુજા હાલમાં ૨૯ માર્ચે બીજા દીકરાનાં પેરન્ટ્સ બન્યાં છે. સોનમના મોટા દીકરાનું નામ વાયુ છે અને હવે તેણે સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી છે કે અમે નાના દીકરાનું નામ રુદ્રલોક કપૂર આહુજા રાખ્યું છે.

સોનમ કપૂરે બીજા દીકરાનું નામ પાડ્યું રુદ્રલોક કપૂર આહુજા

સોનમ કપૂર અને આનંદ આહુજા હાલમાં ૨૯ માર્ચે બીજા દીકરાનાં પેરન્ટ્સ બન્યાં છે. સોનમના મોટા દીકરાનું નામ વાયુ છે અને હવે તેણે સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી છે કે અમે નાના દીકરાનું નામ રુદ્રલોક કપૂર આહુજા રાખ્યું છે. સોનમે આ જાહેરાત સાથે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શૅર કરી હતી. તેણે દીકરાના આ નામ પાછળનું કારણ જણાવ્યું છે અને સાથે-સાથે ક્યુટ ફૅમિલી તસવીરો પણ પોસ્ટ કરી છે. 
સોનમે પોસ્ટમાં લખ્યું હતું, ‘એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી અમારા ઘરે બીજા દીકરાનો જન્મ થયો છે. ખૂબ પ્રેમ અને આભાર સાથે અમે ‘રુદ્રલોક કપૂર આહુજા’નું સ્વાગત કરીએ છીએ. વેદોમાં ‘રુદ્ર’ શબ્દ ‘રુદ’માંથી આવ્યો છે જેનો અર્થ ‘ગર્જના કરવી’ એવો થાય છે. શક્તિશાળીઓમાં સૌથી વધુ શક્તિશાળી. જે દુઃખ દૂર કરે. તોફાન અને શ્વાસ પાછળ રહેલી દિવ્ય શક્તિ. આ નામ વાયુ સાથે ખૂબ જોડાયેલું છે. એ પ્રાણશક્તિ જે દરેક જીવમાં વહે છે. અમારા પહેલા દીકરાનું નામ વાયુ છે જે જીવનના પાલનહાર છે. હવે રુદ્ર સાથે આ સતત પરંપરાનો એક નવો આરંભ થયો છે. પોતાના નામની જેમ રુદ્ર નીડર, દયાળુ અને શક્તિ તથા પ્રકાશનો સ્રોત બને. તમારા પ્રેમ અને આશીર્વાદ બદલ ખૂબ-ખૂબ આભાર.’ 

bollywood buzz bollywood news bollywood gossips bollywood sonam kapoor anand ahuja