શમિતા શેટ્ટીને થઈ ખતરનાક બીમારી, કરાવી સર્જરી

15 May, 2024 06:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બીમારીમાં મહિલાને પ્રેગ્નન્સી નથી રહી શકતી.

શમિતા શેટ્ટીની તસવીર

શમિતા શેટ્ટીને એન્ડોમેટ્રિયોસિસ બીમારીનું નિદાન થયું છે જેની તેણે સર્જરી કરાવી લીધી છે. તે હાલમાં ફૅમિલી સાથે કેદારનાથ અને વૈષ્ણોદેવીનાં દર્શને ગઈ હતી. તેને જે બીમારી થઈ છે એ ખતરનાક છે અને એમાં ગર્ભાશયની અંદર જે ટિશ્યુ હોય એવા જ ટિશ્યુ ગર્ભાશયની બહાર પણ બનવા માંડે છે. એને કારણે દુખાવો પણ ઘણો થાય છે. આ બીમારીમાં મહિલાને પ્રેગ્નન્સી નથી રહી શકતી. સર્જરી કરતાં પહેલાં તેણે એક વિડિયો રેકૉર્ડ કર્યો હતો જેને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શમિતાએ કૅપ્શન આપી છે, ‘લગભગ ૪૦ ટકા મહિલાઓ એન્ડોમેટ્રિયોસિસની બીમારીથી પીડાય છે. મોટા ભાગની મહિલાઓ આ બીમારીથી અજાણ હોય છે. હું મારા ડૉક્ટરનો આભાર માનું છું કે મારા દુખાવાના મૂળ કારણની ખબર ન પડી ત્યાં સુધી તેઓ એની પાછળ પડી રહ્યા હતા. મારી આ બીમારીનું નિદાન સર્જરી દ્વારા થઈ ગયું છે એથી હું મારા સારા સ્વાસ્થ્ય અને દુખાવાથી મુક્ત થાઉં એવી આશા રાખી રહી છું.’

entertainment news bollywood buzz bollywood news social media shamita shetty