08 April, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર અને પત્ની મીરા
શાહિદ કપૂર અને મીરા રાજપૂત એવી જોડી છે જેમની કેમિસ્ટ્રીનાં હંમેશાં વખાણ થતાં હોય છે. તેમણે ૨૦૧૫ની ૭ જુલાઈએ લગ્ન કર્યાં હતાં અને તેમની વચ્ચે ૧૩ વર્ષનો એજ-ગૅપ હોવા છતાં તેમની વચ્ચે સારો તાલમેલ છે. જોકે હાલમાં રેડિટ નામના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મીરા વિશે જાતજાતની ચર્ચા ચાલી રહી છે. રેડિટ પર એક યુઝરે પોતાનો અનુભવ શૅર કરતાં જણાવ્યું છે કે ‘મીરા બહુ ઘમંડી છે. મને તેનો અનુભવ છે. ‘જર્સી’ ફિલ્મના પ્રમોશન વખતે પણ તેણે ૧૫૦૦ રૂપિયાના બિલ માટે હોટેલના સ્ટાફ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. હું તેની સાથે લેડી શ્રીરામ કૉલેજમાં હતી. તે હંમેશાં કૉલેજની એવી છોકરીઓની મજાક ઉડાડતી હતી જે આર્થિક રીતે બહુ સધ્ધર ન હોય. તે તેમનાં કપડાં, વાળ અને અંગ્રેજી બોલવાની સ્ટાઇલની મજાક ઉડાડતી હતી. તેણે શાહિદ સાથે લગ્ન તેના સેલિબ્રિટી સ્ટેટસ અને પૈસાને કારણે જ કર્યાં છે.’