30 December, 2024 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાન ગઈ કાલે તેના પરિવાર સાથે અલીબાગથી ક્રિસમસ મનાવીને દરિયામાર્ગે ગેટવે ઑફ ઇન્ડિયા પાછો આવ્યો ત્યારે પહેલી વાર તેના હાથમાં એક ડૉગી જોવા મળ્યું હતું. શાહરુખે એક ઓવરસાઇઝ્ડ બ્લૅક હૂડીમાં પોતાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો, પણ તેના હાથમાં રહેલા નાનકડા વાઇટ ડૉગીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઇન ફૅક્ટ, શાહરુખના પરિવારમાંથી કોઈ પાસે આ પહેલાં જાહેરમાં ડૉગી નથી જોવા મળ્યું એટલે આ તેમની ફૅમિલીનું નવું મેમ્બર હોઈ શકે છે.
શાહરુખ સાથે અલીબાગથી પાછા આવનારાઓમાં પત્ની ગૌરી, બાળકો સુહાના અને અબરામ તથા સુહાનાનો કહેવાતો બૉયફ્રેન્ડ અગસ્ત્ય નંદા પણ હતાં. અગસ્ત્ય અમિતાભ બચ્ચનનો દોહિત્ર છે.