✕

બાપ બાપ હોતા હૈ, વો હી રિયલ મૉન્સ્ટર હૈ

16 October, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાને સોશ્યલ મીડિયામાં આ તસવીર શૅર કરતાં મેસેજ લખ્યો હતો કે ‘લો, દોસ્ત. ૯૧ વર્ષની ઉંમરે એક દિવસ, બાપ બાપ હોતા હૈ,વો હી રિયલ મૉન્સ્ટર હૈ. હમ સબ કે બાપ મેં હૈ દમ. વંદે માતરમ્. આ માત્ર વધુ એક દિવસ નથી,પણ જીવનમાંથી એક દિવસ ઓછો થઈ ગયો છે. સમજ્યા?

સલમાન ખાનના પિતા સલીમ ખાનનો જન્મદિવસ ૨૪ નવેમ્બર છે અને ગણતરીના દિવસો પછી સલીમ ખાનની ૯૧મી વર્ષગાંઠ છે

સલમાન ખાનના પિતા સલીમ ખાનનો જન્મદિવસ ૨૪ નવેમ્બર છે અને ગણતરીના દિવસો પછી સલીમ ખાનની ૯૧મી વર્ષગાંઠ છે. જોકે સલમાને આ ખાસ દિવસની રાહ જોયા વગર ઍડ્વાન્સમાં પપ્પા સલીમ ખાનને સોશ્યલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા આપીને હિન્દી સિનેમામાં તેમના પ્રભાવ, શક્તિ અને વારસાની પ્રશંસા કરી હતી. સલમાને સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરી હતી જેમાં બન્નેએ એકસરખી કાઉબૉય હૅટ પહેરી છે.

સલમાને સોશ્યલ મીડિયામાં આ તસવીર શૅર કરતાં મેસેજ લખ્યો હતો કે ‘લો, દોસ્ત. ૯૧ વર્ષની ઉંમરે એક દિવસ, બાપ બાપ હોતા હૈ, વો હી રિયલ મૉન્સ્ટર હૈ. હમ સબ કે બાપ મેં હૈ દમ. વંદે માતરમ્. આ માત્ર વધુ એક દિવસ નથી, પણ જીવનમાંથી એક દિવસ ઓછો થઈ ગયો છે. સમજ્યા? ભગવાન મહેરબાન રહ્યા છે.’

Salman Khan salim khan happy birthday instagram social media celebrity news hindi cinema bollywood news bollywood gossips bollywood entertainment news