06 December, 2020 06:48 PM IST | Mumbai | Agencies
ડાન્સરની ભૂમિકા ભજવશે રોહન મેહરા
રોહન મેહરા જલદી જ વેબ-સિરીઝ ‘ક્રૅશ’માં મહત્ત્વાકાંક્ષી ડાન્સરના રોલમાં જોવા મળશે. રોહન મેહરા ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને વેબ-સિરીઝ ‘ક્લાસ ઑફ 2020’માં જોવા મળ્યો હતો. ‘ક્રૅશ’માં તેની સાથે ઝૈન ઇમામ પણ દેખાશે. આ વેબ-સિરીઝ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ કરવામાં આવશે. ‘ક્રૅશ’માં પોતાના પાત્ર વિશે રોહન મેહરાએ કહ્યું હતું કે ‘હું એક એવા છોકરાનું પાત્ર ભજવી રહ્યો છું જે મોટાં સપનાં જુએ છે અને ડાન્સિંગ સેન્સેશન બનવાની ઇચ્છા રાખે છે. જોકે તેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અડચણ ઊભી થાય છે.’