06 December, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ દ્વારા શેર કરાયેલા ફોટા
રણવીર સિંહને મુખ્ય રોલમાં ચમકાવતી બહુચર્ચિત ફિલ્મ ‘ધુરંધર’ ગઈ કાલે રિલીઝ થઈ. રણવીરની પત્ની દીપિકાએ ગઈ કાલે આ ફિલ્મ જોવાનો પ્લાન બનાવ્યો હોવો જોઈએ. એટલે જ તેણે ઇન્સ્ટાગ્રામ પર હાઈ-વેસ્ટ વાઇડ-લેગ ડાર્ક ડેનિમ જીન્સ સાથે બ્લૅક જૅકેટ અને હીલ્સ પહેરેલા પોતાના કેટલાક ફોટો શૅર કરીને લખ્યું હતું : ડેટ-નાઇટ ઍટ ધ મૂવીઝ. આ તસવીરો પર રણવીરે જે પ્રતિક્રિયા આપી એ ખૂબ મસ્ત હતી. પત્નીની અદા જોઈને રણવીરે કમેન્ટમાં લખ્યું : જાન હી લે લે.