17 December, 2019 05:19 PM IST | Mumbai Desk
રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2 દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે, જેના કારણે ફિલ્મે પહેલા સોમવારે પણ ઠીકઠાક કમાણી કરી લીધી છે. આમ કુલ મળીને 4 દિવસમાં મર્દાનીનું નેટ કલેક્શન 21 કરોડની આસપાસ પહોંચી ગયું છે.
શુક્રવારે (13 ઑક્ટોબર) મર્દાની 2 ભારતમાં 1600 સ્ક્રીન્સ અને ઑવરસીઝમાં 505 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી. બૉક્સ ઑફિસ પર ફિલ્મે 3.80 કરોડની ઓપનિંગ કરી હતી, જ્યારે શનિવારે 6.55 કરોડ અને રવિવારે 7.80 કરોડ જમા કર્યા હતા. ઓપનિંગ વીકએન્ડમાં ફિલ્મે 18.15 કરોડ જમા કર્યા. સોમવારે ફિલ્મોના કલેક્શન ઘટે છે.
મર્દાનીના કલેક્શન્સ પણ ઘટ્યા અને અનુમાન છે કે ફિલ્મ પહેલા સોમવારે લગભગ 3 કરોડ જમા કર્યા છે. જો ઓપનિંગ વીકએન્ડના આંકડાઓ સાથે તુલના કરીએ તો સોમવારની કમાણી ઠીકઠાક માનવામાં આવશે. હવે ચાર દિવસમાં મર્દાની 2નું નેટ બૉક્સ ઑફિસ કલેક્શન 21 કરોડની આસપાસ થઈ ગયું છે. મર્દામી 2 દક્ષિણ ભારતમાં ફિલ્મ અંગ્રેજીના સબટાઇટલ્સ સાથે બતાવવામાં આવી રહી છે.
તો, ઓવરસીઝમાં પણ મર્દાની 2એ દર્શકોને પોતાની તરફ આકર્ષ્યા છે. તરણ આદર્શ પ્રમાણે ફિલ્મે 15 ડિસેમ્બર સુધી ઓવરસીઝમાં 8.20 લાખ ડૉલર એટલે કે લગભગ 5.81 કરોડ રૂપિયા જમા કરી લીધા છે. જો મુખ્ય ફિલ્મ માર્કેટની વાત કરીએ તો અમેરિકા અને કેનેડામાં ફિલ્મે 1.84 લાખ ડૉલર, યૂએઇ અને ખાડી દેશોમાં 4.20 લાખ ડૉલર અને બ્ર્ટેનમાં 50 હજાર ડૉલરનું કારોબાર કર્યું છે. ઓવરસીઝમાં ફિલ્મની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે.
મર્દાની 2માં રાની શિવાની શિવાજી રૉય નામની પોલીસ ઑફિસરના રોલમાં છે, જે પોતાની ફરજ માટે સમર્પિત, સાહસી અને અપરાધિઓ માટે ડરનું બીજું નામ છે. ફિલ્મની સ્ટોરી એક એવા અપરાધીઓને પકડવાના વિષય પર આધારિત છે, જે મહિલાઓ વિરુદ્ધ ખૂબ જ ક્રૂરતાની સાથે અપરાધને અંજામ આપે છે. તેની ઉંમર પણ ખૂબ જ ઓછી છે. ફિલ્મમાં આ ક્રૂર અને નાની ઉંમરના અપરાધીનું પાત્ર ટીવી એક્ટર વિશાલ જેઠવાએ ભજવ્યું છે.
આ પણ વાંચો : સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...
તેની સાથે જ રિલીઝ થયેલી ઇમરાન હાશ્મી અને ઋષિ કપૂરની ફિલ્મ ધ બૉડીની હાલત ખૂબ જ ખરાબ છે. બોલીવુડ હંગામાં વેબસાઇટ પ્રમાણે, ફિલ્મ ઓપનિંગ વીકએન્ડમાં લગભગ 2 કરોડ જ જમા કરી શકી હતી.