10 December, 2024 10:37 AM IST | Jeddah | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને હૉલીવુડની ઍક્ટ્રેસ ઓલિવિયા વાઇલ્ડ
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીર કપૂર હૉલીવુડની ઍક્ટ્રેસ ઓલિવિયા વાઇલ્ડ સાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો. રણબીરે બ્લૅક પૅન્ટ સાથે લાલ બંધગલા જૅકેટનો પોશાક ધારણ કર્યો હતો.