યુનિયન મિનિસ્ટરે દિલ્હીમાં રાખ્યું ‘સૅમ બહાદુર’નું સ્ક્રીનિંગ

22 December, 2023 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકી કૌશલની આ ફિલ્મ જોવા માટે સંસદસભ્યો, ડિફેન્સ ઑફિસર્સ, આર્મ્ડ ફોર્સિસ અને તેમના ​પરિવારના સદસ્યો હાજર હતા. આ ફિલ્મ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોના જીવન પર આધારિત છે.

પ્રતીકાત્મક તસવીર

યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર ઑન્ટ્રપ્રનરશિપ, સ્કિલ ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ટેક્નૉલૉજી રાજીવ ચન્દ્રશેખરે ‘સૅમ બહાદુર’નું સ્ક્રીનિંગ દિલ્હીમાં રાખ્યું હતું. વિકી કૌશલની આ ફિલ્મ જોવા માટે સંસદસભ્યો, ડિફેન્સ ઑફિસર્સ, આર્મ્ડ ફોર્સિસ અને તેમના ​પરિવારના સદસ્યો હાજર હતા. આ ફિલ્મ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોના જીવન પર આધારિત છે. એના ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને રાજીવ ચન્દ્રશેખરે પોસ્ટ કર્યું હતું, ‘ફિલ્મ ‘સૅમ બહાદુર’ના સ્ક્રીનિંગની આ કેટલીક ઝલક છે. દરેકે તેમના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢ્યો અને આપણા મિલિટરીના અને ભારતના બહાદુર સપૂતોની સ્ટોરી જોવા માટે આવ્યા એ માટે સૌનો આભાર માનું છું.’

sam bahadur vicky kaushal entertainment news bollywood buzz bollywood news