06 May, 2019 06:39 PM IST |
સૂર્યવંશી
બધાઇ હો ફિલ્મમાં નીના ગુપ્તાના રોલના વખાણ થયા હતા
ગત વર્ષે રિલીઝ ફિલ્મ ‘બધાઇ હો’માં આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં નીના ગુપ્તા ખૂબ જ રસપ્રદ પાત્રમાં જોવા મળી હતી. એટલું જ નહીં બધાઇ હોમાં સારી ભીમિકા ભજવવા બદલ નીના ગુપ્તાને ફિલ્મફેર એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી. જણાવીએ કે અભિનેત્રી આયુષ્માન ખુરાના પછી હવે અક્ષય કુમારની માતાનું પાત્ર ભજવવા જઇ રહી છે.
આ કારણથી આયુષ્માને રિજેક્ટ કરી હતી નીના ગુપ્તાને
તાજેતરમાં ધ કપિલ શર્માના શૉમાં નીના ગુપ્તાએ જણાવ્યું કે બધાઇ હોમાં આયુષ્માન ખુરાનાએ તેને રિજેક્ટ કરી દીધો હતો. તેનું માનવું હતું કે નીના ગુપ્તા ખૂબ જ હૉટ છે તે તેની માતાનું પાત્ર કઇ રીતે ભજવી શકશે. જો કે ફિલ્મ પછી આ અભિનેત્રીની માગ વધી અને હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષયકુમારની માતાની ભૂમિકા ભજવશે.
અક્ષયની માતાના રોલમાં જોવા મળશે
અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ સૂરિયવંશી આવતાં વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિનેત્રી એક રુઢિવાદી માતાની ભૂમિકા ભજવે છે જે પોતાના દીકરાને ભોજન અને લગ્ન માટે પૂછે છે. ફિલ્મમાં તેની ભૂમિકાના કેટલાય ભાગ છે એને એક માતાની ભૂમિકા માટે આ એક નવો જ સ્વભાવ છે.
એક સમાચાર પોર્ટલ મુજબ નીના ગુપ્તાએ જણાવ્યું કે તે આ ફિલ્મમાં ખૂબ જ રસપ્રદ પાત્રમાં જોવા મળશે. એક માતાની ભૂમિકા માટે કંઇક નવું છે. નીના ગુપ્તાએ એ પણ સ્પષ્ટતા કરી કે અક્ષય, કેટરીના અને તેમની વચ્ચે એક જુદી જ ડાયનેમિક જોવા મળશે. તે કંઇક નવું એક્સપ્લોર કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : ગુજરાતી સિંગર ધ્વનિ ભાનુશાળીના ગીત 'વાસ્તે'એ એક મહિનામાં રચ્યો રેકોર્ડ
રોહિત શેટ્ટીની ફિલ્મોના વખાણ કરતાં અભિનેતાએ કહ્યું કે ડેયરેક્ટરે કેટલીક ખાસ ફિલ્મો બનાવી છે, જે દર્શકોને ગમી છે. તો સિંઘમ, સિંઘમ 2 અને સિમ્બા પછી રોહિત શેટ્ટીની આ ચોથી ફિલ્મ હશે જે પોલીસ ઑફિસર પર આધારિત રહેશે. તાજેતરમાં જ અજય દેવગને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમાં તે રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર સાથે જોવા મળે છે. આ સાથે જ અભિનેતા પોતાના ફિલ્મ બોર્ડ સાથે જોવા મળે છે.