midday

લવ અને લાફ્ટરનું પર્ફેક્ટ કૉમ્બિનેશન: આજે જ જુઓ OTT પર આ 5 ફિલ્મો!

24 March, 2025 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Must Watch Rom-Com Movies: જો તમને હળવી, મજેદાર, કૉમેડી અને રોમૅન્ટિક ફિલ્મો જોવી ગમે છે, તો આ 5 OTT રોમૅન્ટિક કૉમેડી ફિલ્મો તમારો મૂડ સેટ કરી દેશે. હાસ્ય, પ્રેમ અને ટવીસ્ટ ભરેલી આ ફિલ્મો એક વાર જોવી જ જોઈએ!
 સંક્રાંતિકી વસ્તુનમ ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: મિડ-ડે)

સંક્રાંતિકી વસ્તુનમ ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: મિડ-ડે)

એક સારી રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ક્યારેય કંટાળાજનક નથી હોતી. જો તમે હળવી અને હૃદયસ્પર્શી ફિલ્મ જોવાનું પસંદ કરો છો, તો આ પાંચ OTT ફિલ્મો તમારું મન જીતી લેશે. હાસ્ય, પ્રેમ અને મજેદાર ક્ષણોથી ભરપૂર આ ફિલ્મો તમને ફરીથી પ્રેમમાં વિશ્વાસ કરાવશે.

1. સંક્રાંતિકી વસ્તુનમ (ZEE5)
જો તમને હાસ્ય અને ગજબની અવ્યવસ્થા ગમે, તો આ ફિલ્મ તમારા માટે છે! અનિલ રવિપુડી દ્વારા દિગ્દર્શિત આ રોમૅન્ટિક કૉમેડીમાં મુખ્ય ભૂમિકા વેંકટેશ અને ઐશ્વર્યા રાજેશ ભજવી રહ્યાં છે. આ ફિલ્મની વાર્તા રાજુ (વેંકટેશ)ની  છે, જે એક પ્રેમાળ પતિ છે જે તેની પઝેસિવ પત્ની (ઐશ્વર્યા રાજેશ) અને તેની એક્સ-ગર્લફ્રેન્ડ, સીધી-સાદી પોલીસ અધિકારી (મીનાક્ષી ચૌધરી) વચ્ચે ફસાઈ જાય છે.

2. અંતે સુંદરાનીકી  (Netflix)
આ એક માઇલ્ડ કૉમેડી ફિલ્મ છે, જેમાં નાની અને નઝરીયા નઝીમ મુખ્ય ભૂમિકામાં છે. બે જુદી-જુદી સંસ્કૃતિઓમાંથી આવેલાં પ્રેમી યુગલને તેમના પરિવાર પાસેથી લગ્નની મંજૂરી લેવા માટે ઘણાં નવા પ્રયાસો કરવા પડે છે. સંસ્કૃતિઓ વચ્ચેના ફરકને આ ફિલ્મ કૉમેડી વન-લાઇનર્સ અને સામાજિક ટિપ્પણીઓથી ખૂબ જ હળવાશથી રજૂ કરે છે.

3. ઓહ બેબી (Amazon Prime Video)
આ ફિલ્મ ઇમોશનલ કૉમેડી ફિલ્મ છે સાથે જ આ ફિલ્મ તમને હાસ્ય અને ભાવુકતા બન્નેનું સંયોજન શું હોય તે સમજાવે છે. આ ફિલ્મમાં, 70 વર્ષની એક મહિલા જાદુઈ રીતે 24 વર્ષની બની જાય છે અને નવેસરથી જીવન જીવવાનું શરૂ કરે છે. સમંથા એક યુવાન મહિલાના રુપમાં આ ભૂમિકા ભજવી રહી છે અને તેણે પોતાની અભિનય કુશળતા દ્વારા આ ફિલ્મને વધુ આકર્ષક બનાવી છે. જ્યારે બીજા ભાગમાં થોડો મેલોડ્રામા જોવા મળે છે, ત્યારે આખરે ખોવાયેલા સ્વપ્નને ફરીથી જાગૃત કરવા અને જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની શીખ આપતી આ ફિલ્મ મસ્ટ-વૉચ છે.

4. પેલી ચૂપુલુ (Sun NXT)
આ ફિલ્મ ખૂબ જ મજેદાર છે. મુખ્ય ભૂમિકામાં વિજય દેવરકોંડા અને રિતુ વર્મા છે. એક પરંપરાગત મેટ્રિમોનિયલ મીટિંગમાં મળેલા બે જુદાં-જુદાં લોકોની મજેદાર સફર બતાવવામાં આવી છે. શાનદાર ડાયલૉગ અને રિયલ-લાઈફ પરિસ્થિતિઓની હળવી રજૂઆત આ ફિલ્મને વધુ સ્પેશ્યલ બનાવે છે.

5. ગીતા ગોવિંદમ (JioCinema)
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ મજેદાર રોમૅન્ટિક કૉમેડી છે. મુખ્ય પાત્રમાં  વિજય દેવરકોંડા એક મહાવિદ્યાલયમાં શિક્ષક છે, જે પ્રેમમાં પડવા માટે યોગ્ય સાથીની શોધમાં છે. ત્યારે જ ગીત (રશ્મિકા મંદાના)ની એન્ટ્રી થાય છે જે વિજયના નખરાંઓથી પ્રભાવિત નથી થતી. મિસઅંડરસ્ટેન્ડિંગ, મીઠા સંવાદો અને સુંદર સંગીત આ ફિલ્મને વિશેષ બનાવે છે. જો તમને મજેદાર, હળવી રોમૅન્ટિક કૉમેડી ગમે છે, તો ગીતા ગોવિંદમ ચોક્કસપણે તમારા માટે યોગ્ય છે!

આ તમામ ફિલ્મો તમારી OTT ચેનલ પર સરળતાથી ઉપલબ્ધ છે. જો તમે હાસ્ય, પ્રેમ અને મજેદાર ક્ષણો શોધી રહ્યાં છો, તો આ ફિલ્મો માટે તમારા પ્લેલિસ્ટમાં જગ્યા બનાવી જ લો!

samantha ruth prabhu vijay deverakonda netflix amazon prime zee5 bollywood buzz bollywood news entertainment news