✕

ઑપરેશન સિંદૂર પરથી બનનારી ફિલ્મનો હીરો બનશે કાર્તિક આર્યન

29 October, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા ભૂષણ કુમાર સાથે મળીને ‘ઑપરેશન સિંદૂર’ પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. દેશભક્તિ સાથે જોડાયેલા મહત્ત્વના વિષય પર બનનારી આ ફિલ્મની અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કાર્તિક આર્યન

વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા ભૂષણ કુમાર સાથે મળીને ‘ઑપરેશન સિંદૂર’ પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. દેશભક્તિ સાથે જોડાયેલા મહત્ત્વના વિષય પર બનનારી આ ફિલ્મની અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત હશે અને ૨૦૨૫ની ૬ મેથી ૧૦ મે સુધી હાથ ધરવામાં આવેલા આ ઑપરેશનના સમગ્ર ઘટનાક્રમને એમાં વિગતવાર રજૂ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલ ભજવશે. કાર્તિક પોતાની હાલની ફિલ્મ ‘કૅપ્ટન ઇન્ડિયા’નું કામ પૂરું કર્યા બાદ ‘ઑપરેશન સિંદૂર’ પર કામ શરૂ કરશે.

kartik aaryan vivek agnihotri operation sindoor upcoming movie bhushan kumar indian cinema bollywood events bollywood news bollywood gossips bollywood