15 February, 2024 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપાશા બાસુ
વૅલેન્ટાઇન્સ ડેના રંગમાં સૌકોઈ રંગાઈ ગયા છે. બિપાશા બાસુને તેના હસબન્ડ કરણસિંહ ગ્રોવરે કલરફુલ બલૂન્સથી સરપ્રાઇઝ આપી હતી. એનો વિડિયો બિપાશાએ શૅર કર્યો હતો. બિપાશા અને કરણનાં લગ્નને ૮ વર્ષ થયાં છે. તેમને બે વર્ષની એક દીકરી છે. તેનું નામ દેવી રાખવામાં આવ્યું છે. બિપાશાએ એક વિડિયો શૅર કર્યો છે, જેમાં કરણ બલૂન્સ લઈને ઘરમાં આવે છે. એ વિડિયોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી, ‘વૅલેન્ટાઇન્સ ડેએ મારા મન્કીએ મને સરપ્રાઇઝ આપી હતી. એ દરમ્યાન બેબી સૂતી હતી. ખૂબ શાંતિથી સેલિબ્રેશન કર્યું હતું. આઇ લવ યુ.’
બિપાશાએ વધુ એક નાનકડી ક્લિપ શૅર કરી છે. એમાં તેમની દીકરી દેવી ગુલાબના બુકેથી રમી રહી છે. એ વિડિયોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી, દેવી માટેનાં આ સુંદર લાલ ગુલાબમાં તેના પાપાનું દિલ વસેલું છે. સાથે જ દેવીના વધુ એક વિડિયોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી, ‘મને અને દેવીને દરરોજ નસીબદાર હોવાનો એહસાસ કરાવવા માટે થૅન્ક યુ કરણ. દેવી તરફથી થૅન્ક યુ પાપા.’