✕

તમે મને હંમેશાં અપનાવીને ઘર જેવો અહેસાસ કરાવ્યો છે

26 November, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાનની ખાસ મિત્ર યુલિયા વૅન્ટુરે સલીમ ખાનના જન્મદિવસે લખ્યો શુભેચ્છા સંદેશ.

સલીમ ખાન અને યુલિયા વૅન્ટુર

સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રીનરાઇટર સલીમ ખાને મંગળવારે તેમની ૯૧મી વર્ષગાંઠ ઊજવી હતી.સલમાનની ખાસ મિત્ર અને ઍક્ટ્રેસ-‌સિંગર યુલિયા વૅન્ટુરે પણ સલીમ ખાનને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. યુલિયાએ સોશ્યલ મીડિયામાં સલીમ ખાન સાથેની કેટલીક ખાસ તસવીરો પોસ્ટ કરીને તેમના માટે ખાસ સંદેશ લખ્યો છે. યુલિયાએ આ પોસ્ટની કૅપ્શન લખી છે : ‘એક ખૂબ જ સુંદર અને સમજદાર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ, જેમણે હંમેશાં મને એવો અહેસાસ કરાવ્યો કે હું પણ આ પરિવારનો એક ભાગ છું અને આ જ મારું ઘર છે. તમારા માટે મારા મનમાં માત્ર પ્રેમ અને આભારની લાગણી છે. તમે હંમેશાં સુરક્ષિત, મજબૂત અને ખુશ રહો.’યુલિયાએ પોસ્ટ કરેલી બીજી તસવીરમાં તે અને સલીમ ખાન સોફા પર સાથે બેઠેલાં જોવા મળે છે. આ તસવીર સાથે તેણે વધુ એક સંદેશ શૅર કરતાં લખ્યું, ‘એકબીજાને પ્રેમ કરો, નહીં તો બધું જ ખતમ થઈ જશે. પરિવારના મજબૂત આધારસ્તંભ અને ખૂબ જ સુંદર તથા સમજદાર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છાઓ. તમે મને હંમેશાં અપનાવીને ઘર જેવો અહેસાસ કરાવ્યો છે. તમારા માટે હંમેશાં પ્રેમ અને આભાર.’

Salman Khan salim khan iulia vantur happy birthday social media instagram entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood