09 May, 2023 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમ કપૂર
સોનમ કપૂર આહુજાએ હસબન્ડ આનંદ એસ. આહુજાને મૅરેજ-ઍનિવર્સરી વિશ કરતાં જણાવ્યું કે તેના જેવો લાઇફ-પાર્ટનર મળવાથી તે દરરોજ પોતાના સ્ટાર્સનો આભાર માને છે. ૨૦૧૮ની પાંચ મેએ બન્નેનાં લગ્ન થયાં હતાં. એ અગાઉ બન્નેએ બે વર્ષ સુધી ડેટ કર્યું હતું. ગયા વર્ષે જ સોનમે દીકરાને જન્મ આપ્યો છે. તેનું નામ વાયુ કપૂર રાખવામાં આવ્યું છે. જોકે હજી સુધી તેનો ચહેરો જોવા નથી મળ્યો. હસબન્ડ સાથેના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી, ‘આજે આપણી ઍનિવર્સરી છે. હું દરરોજ મારા સ્ટાર્સનો આભાર માનું છું કે મને તારા જેવો લાઇફ-પાર્ટનર અને સોલમેટ મળ્યો છે. મારી લાઇફમાં ૭ બેસ્ટ બેસ્ટ વર્ષ આપવા માટે થૅન્ક યુ. એમાં હાસ્ય, દીવાનગી, લાંબી વાતચીત, મ્યુઝિક, ટ્રાવેલ, લૉન્ગ ડ્રાઇવ્સ અને સૌથી અગત્યનું આપણા દીકરા વાયુનો ઉછેર છે. લવ યુ માય જાન. હું હંમેશાં તારી ગર્લફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ અને વાઇફ રહીશ. તારી સાથેનો દરેક દિવસ ખરેખર અદ્ભુત છે.’
વાઇફની આ કૅપ્શન પર રિપ્લાય આપતાં આનંદે લખ્યું કે ‘હા, ફાઇનલી મારી ગર્લફ્રેન્ડ બનવા માટે તને લગ્નનાં પાંચ વર્ષ લાગી ગયાં. હવે હું ડૅડી છું અને હું એના વિશે જોક કહી શકું છું કે મારી પાસે એક વાઇફ અને એક ગર્લફ્રેન્ડ છે, પરંતુ હું લકી છું કે તે બન્ને એક જ વ્યક્તિ છે.’