04 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તર
હૃતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તર હાલમાં નવા પ્રોજેક્ટ માટે ભેગા થયા છે અને એને લીધે તેમની સુપરહિટ ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સીક્વલ બનવાની છે એવી ચર્ચા શરૂ થઈ છે. હાલમાં આ ઍક્ટર્સે તેમના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા એ જોઈને ચાહકો ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સીક્વલ આવવાની છે એવી ધારણા બાંધવા માંડ્યા છે. જોકે પછી ખુલાસો થયો કે તેઓ એક ખાસ ઍડ-કૅમ્પેન માટે ભેગા થયા છે. એ પહેલાં અભય અને ફરહાને ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેઓ ઝોયા અખ્તર સાથે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સીક્વલ વિશે વાત કરીને મસ્તી કરી રહ્યા હતા. એ વિડિયો પછી ચાહકોએ સીક્વલની ડિમાન્ડ કરી હતી.