'Harami' ટ્રેલર રિલીઝ, ઇમરાનના આ લૂકે ચોંકાવ્યો,યૂથ ક્રાઇમ પર છે આધારિત

29 September, 2020 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

'Harami' ટ્રેલર રિલીઝ, ઇમરાનના આ લૂકે ચોંકાવ્યો,યૂથ ક્રાઇમ પર છે આધારિત

હરામી ટ્રેલર લૉન્ચ

એક સમયે રોમાન્ટિક હીરો અને સીરિયલ (Serial Kisser) કિસરના નામે જાણીતા એક્ટર ઇમરાન (Emraan Hashmi) હાશ્મી આ વખતે એક નવા અંદાજમાં લોકોને જોવા મળશે. ઇમરાન (Emraan Hashmi) હાશ્મીની ફિલ્મ 'હરામી (Harami)'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ ઇન્ટરનેશનલ (International Film Festival) ફિલ્મ ફેસ્ટિવલ્સ સુધી પોતાની છાપ છોડવા જઈ રહી છે. તો હવે આ ફિલ્મના ટ્રેલરે પણ લોકોનું મન જીતી લીધું છે.

ફિલ્મ હરામીના ટ્રેલરની વાત કરીએ તો આમાં મુંબઇમાં રહેતા નાના બાળકોને અપરાધના વિશ્વમાં પહોંચાડનારા એક અપરાધીની સ્ટોરી બતાવવામાં આવી છે. અહીં આ બાળકોને ડરાવી ધમકાવીને ચોરી અને પૉકેટમારી જેવા કામ કરાવવામાં આવે છે. આ ગ્રુપમાં લીડર તરીકે ઇમરાન હાશ્મી જોવા મળછે. આ પાત્ર ખૂબ જ દળદાર જોવા મળી રહ્યું છે, ઇમરાને પોતાની એક્ટિંગથી આને એક પરફેક્ટનેસ આપી છે. આ એક એવો વિલન છે જે અંગ્રેજીમાં વાત કરે છે અને નાના બાળકોની નાનકડી ભૂલ પણ તેનાથી સહન થતી નથી.

જણાવવાનું કે આ ફિલ્મું લે અને નિર્દેશન શ્યામ મદિરાજૂએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ ઇમરાન હાશમી પ્રૉડક્શન હાઉસે યૂએસ બેઝ્ડ પ્રૉડક્શન હાઉસ જર્મ કલેક્ટિવ અને અન્ય પ્રૉડક્શન હાઉસ સાથે મળીને કર્યું છે. 21 ઑક્ટોબરના બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર થશે.

bollywood bollywood news bollywood gossips emraan hashmi