ગૌહર ખાન-ઝૈદ દરબારના લગ્નની તારીખ નક્કી, આ દિવસે થશે નિકાહ

03 November, 2020 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગૌહર ખાન-ઝૈદ દરબારના લગ્નની તારીખ નક્કી, આ દિવસે થશે નિકાહ

ગૌહર ખાન-ઝૈદ દરબારના લગ્નની તારીખ નક્કી, આ દિવસે થશે નિકાહ

બિગ બૉસ 7 (Bigg Boss 7)ની વિનર રહી ચૂકેલી મૉડલ અને એક્ટ્રેસ ગૌહર ખાન (Gauahar Khan)હાલ ઇસ્માઇલ દરબારના દિકરા ફેમસ ટિકટૉકર ઝૈદ દરબાર અને લગ્નની અફવાઓ સાથે પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. બિગ બૉસ 14 (Bigg Boss 14)માં ઘરમાંથી બહાર નીકળ્યા પછી તાજેતરમાં જ આ કપલ ગોવામાં રજાઓ ઉજવતું જોવા મળ્યું, બન્નેના લગ્નને લઇને ચર્ચાઓ હતી કે બન્ને 22 નવેમ્બરના લગ્નના બંધનમાં બંધાશે, પણ ચર્ચા છે કે લગ્ન નવેમ્બરના નહીં પણ ડિસેમ્બરમાં કરશે. આ માટે તેમણે એક ખાસ દિવસની પસંદગી કરી છે.

મ્યૂઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબાર (Ismail Darbar)એ તાજેતરમાં જ બન્નેના સંબંધોને પરવાનગી આપી દીધી હતી. ઇ-ટાઇમ્સના સમાચાર પ્રમાણે ગૌહર ખાન અને ઝૈદ દરબાર (Zaid Darbar) બન્ને પોતાના સંબંધને લગ્ન બંધનમાં બાંધી નવું નામ આપશે. બન્ને 25 ડિસેમ્બરના નિકાહ કરવા જઈ રહ્યા છે.

રિપોર્ટમાં એક્ટ્રેસના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે ગૌહર અને ઝૈદે લગ્ન કરવા માટે 25 ડિસેમ્બરની તારીખ શૉર્ટલિસ્ટ કરી છે. લગ્ન સમારોહ 22 ડિસેમ્બરથી શરૂ થશે. આમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે.

bollywood bollywood news bollywood gossips entertainment news gauhar khan