07 August, 2023 09:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ કૌશિકને ખૂબ યાદ કરી રહ્યા છે અનુપમ ખેર
Friendship Day 2023: ગઈ કાલે ફ્રેન્ડશિપ ડે હોવાથી અનુપમ ખેરને તેમના ખાસ ફ્રેન્ડ સતીશ કૌશિકની ખૂબ યાદ સતાવી રહી છે. આ વર્ષે ૯ માર્ચે હાર્ટ-અટૅકથી સતીશ કૌશિકનું અચાનક અવસાન થયું હતું. એથી સૌ ચોંકી ગયા હતા. સતીશ કૌશિકની દીકરી વંશિકા સાથે અનુપમ ખેર ઘણી વખત સમય પસાર કરે છે. અનુપમ ખેર અનેક વખત સતીશ કૌશિક સાથે જોડાયેલી યાદોને સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. સતીશ કૌશિક અને અનિલ કપૂર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘હૅપી ફ્રેન્ડશિપ ડે. આજે સતીશને થોડો વધારે મિસ કરું છું.’